૨. બોરવેલના ક્ષારવાળા પાણી સામે રક્ષણ
સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં બોરનું પાણી આવે છે જેમાં ક્ષાર (TDS) અને મિનરલ્સ વધારે હોય છે. આ ત્વચાને નુકસાન કરે છે અને ખંજવાળ લાવે છે.
સલાહ: ચહેરો ધોવા માટે છેલ્લા મગમાં ઉકાળીને ઠંડુ કરેલું પાણી અથવા RO ના પાણીનો ઉપયોગ કરો. આનાથી ત્વચા ડ્રાય કરતા ક્ષારો નીકળી જશે.
૩. સનસ્ક્રીન માત્ર ઉનાળામાં જ નહીં
ગુજરાતમાં શિયાળાનો તડકો ચોખ્ખો અને આકરો હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં પણ UV કિરણો વધુ હોય છે.
સલાહ: દરરોજ SPF ૩૦+ (30+) સનસ્ક્રીન લગાવો. ૧૫-૨૫ વર્ષના (ખીલ થવાની શક્યતા વાળા) લોકોએ "જેલ-બેઝ્ડ" અને ૩૦ થી વધુ ઉંમરના લોકોએ "ક્રીમ-બેઝ્ડ" સનસ્ક્રીન વાપરવું જેથી ભેજ જળવાઈ રહે.
૪. ટુ-વ્હીલર ચલાવતા સમયે પવનથી રક્ષણ
આપણા મોટાભાગના લોકો બાઈક કે સ્કૂટર પર મુસાફરી કરે છે. સવારનો ઠંડો પવન સીધો ચહેરા પર વાગે છે અને ત્વચાને સૂકી કરી નાખે છે.
સલાહ: બહાર નીકળતા પહેલા હંમેશા ફુલ ફેસ હેલ્મેટ પહેરો અથવા સુતરાઉ દુપટ્ટા કે રૂમાલથી ચહેરો ઢાંકો. નાક અને હોઠ જેવા ખુલ્લા ભાગો પર વેસેલિન કે જાડું મોઈશ્ચરાઈઝર લગાવો.
૫. ગરમ પાણીથી નહાવાની આદત બદલો
ઠંડી સવારમાં ગરમ પાણીથી નહાવું ગમે છે, પણ તે ત્વચાનું કુદરતી તેલ કાઢી નાખે છે.
સલાહ: નવશેકા (હુફાળા) પાણીનો ઉપયોગ કરો. જો ગરમ પાણીથી નહાવું હોય, તો ૫ મિનિટથી ઓછો સમય નહાવ અને ડોલમાં કોપરેલ કે બદામ તેલનું એક ઢાંકણું ઉમેરો.
૬. ખોરાકમાં "ગરમાવો" (ગુંદર અને અડદિયા)
આપણા સ્થાનિક શિયાળુ પાક જેવા કે અડદિયા, ગુંદર પાક અને બાજરાનો રોટલો ત્વચા માટે ઉત્તમ છે કારણ કે તેમાં સારા ફેટ્સ હોય છે.
સલાહ: આ વાનગીઓ ત્વચાને અંદરથી પોષણ આપે છે. પરંતુ જેમને ખીલની તકલીફ હોય (ટીનેજર્સ) તેમણે ગળ્યા પાક ઓછા ખાવા કારણ કે વધુ પડતી ખાંડથી ખીલ વધી શકે છે.
૭. હોઠની સંભાળ: ઘી કે થૂંક?
હોઠ સુકાય ત્યારે વારંવાર જીભ ફેરવવાથી હોઠ વધુ ફાટે છે (Lip Licker’s Dermatitis).
સલાહ: હોઠ પર જીભ ફેરવવાનું બંધ કરો. રાત્રે રસોડામાંથી શુદ્ધ ઘી અથવા થીક લિપ બામ લગાવો. સુરેન્દ્રનગરની સૂકી ઠંડીમાં ફાટેલા હોઠ માટે ઘી શ્રેષ્ઠ છે.
૮. પગની એડીના વાઢ (Wad) અટકાવવા
આપણા વિસ્તારની ધૂળ અને સૂકી માટીને કારણે એડીમાં ઉંડા ચીરા (વાઢ) પડે છે.
સલાહ: ઘરમાં ઉઘાડા પગે ન ચાલો. રાત્રે પગ ધોઈ, યુરિયા ક્રીમ (કે જાડું મોઈશ્ચરાઈઝર) લગાવો અને કોટનના મોજાં પહેરીને સુવો.
૯. પાણી પીવું: તરસ ન લાગે તો પણ
શિયાળામાં પરસેવો નથી થતો એટલે લોકો પાણી ઓછું પીએ છે, જેનાથી ત્વચા નિસ્તેજ અને રાખોડી લાગે છે.
સલાહ: દિવસનું ૩ લિટર પાણી પીવો. જો ઠંડુ પાણી ન ભાવે તો છાશ અથવા હર્બલ ટી પી શકો છો.
૧૦. "સિન્ડેડ" (Syndet) બાર (સાબુ) વાપરો
સામાન્ય એન્ટી-બેક્ટેરિયલ સાબુ શિયાળામાં ત્વચાને વધુ રુક્ષ બનાવે છે.
સલાહ: સાબુને બદલે "સિન્ડેડ બાર" (સોપ-ફ્રી ક્લીન્ઝર) અથવા મોઈશ્ચરાઈઝિંગ બોડી વોશનો ઉપયોગ કરો. તે ત્વચાનું pH બેલેન્સ જાળવી રાખે છે.
૧૧. તેલ માલિશ (અભ્યંગ)
રવિવારે તેલ માલિશ કરવી આપણા વાતાવરણ માટે ખૂબ ફાયદાકારક છે.
સલાહ: નહાવાના ૩૦ મિનિટ પહેલા તલના કે કોપરેલ તેલથી માલિશ કરો. આનાથી ત્વચા પર રક્ષણાત્મક પડ બને છે જે ક્ષારવાળા પાણીથી રક્ષણ આપે છે.
૧૨. "વિન્ટર ખીલ" નું નિવારણ
ટીનેજર્સ ઘણીવાર માતા-પિતાના જાડા કોલ્ડ ક્રીમ વાપરે છે જેનાથી ચહેરાના છિદ્રો પુરાય છે અને ખીલ થાય છે.
સલાહ: જો તમારી ત્વચા તૈલી (oily) હોય, તો જાડા કોલ્ડ ક્રીમ ટાળો. હાયલ્યુરોનિક એસિડ અથવા સિરામાઈડ્સ વાળા "નોન-કોમેડોજેનિક" (ખીલ ન કરે તેવા) મોઈશ્ચરાઈઝર વાપરો.
૧૩. હાથના ખરજવાથી બચો
શિયાળામાં ઠંડા પાણી અને પાવડરથી વાસણ કે કપડાં ધોવાથી હાથની ચામડી ફાટી જાય છે.
સલાહ: કામ કરતી વખતે રબરના ગ્લોવ્સ (મોજા) પહેરો જેમાં અંદર કોટનનું અસ્તર હોય. હાથ ધોયા પછી તરત જ હેન્ડ ક્રીમ લગાવો.
૧૪. માથાની સંભાળ: ખોડો કે ડ્રાયનેસ?
શિયાળામાં દેખાતી સફેદ ફોતરી ઘણીવાર ફૂગ નહીં પણ માત્ર માથાની સૂકી ચામડી હોય છે.
સલાહ: એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ ન કરો (તે વાળને વધુ ડ્રાય કરે છે). નહાવાના એક કલાક પહેલા માથામાં તેલ નાખો અને માઈલ્ડ સલ્ફેટ-ફ્રી શેમ્પૂ વાપરો.
૧૫. રાત્રિની સંભાળ (નાઈટ રૂટીન)
ત્વચા રાત્રે જ સૌથી વધુ રિપેર થાય છે.
સલાહ: ૩૦+ ઉંમરના લોકોએ રેટીનોલ સીરમ અને ત્યારબાદ મોઈશ્ચરાઈઝર વાપરવું. ૩૦ થી નાની ઉંમરના લોકોએ રાત્રે સૂતા પહેલા સારું બેરિયર-રિપેર મોઈશ્ચરાઈઝર લગાવવું.
વધુ માહિતી માટે સંપર્ક કરો: ડૉ. ચિરાગ પરમાર (Niramayam Skin & Laser Clinic)

