shampoo નો ઉપયોગ ઘણો સમાન્ય બની ગયો છે. વાળની સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે. એવામાં ઘણા લોકો shampoo વિશે જાણવા માંગતા હોય છે. તો આજે shampoo વિશે થોડું સમજીએ.
આજની બજારો ઘણા પ્રકારના shampoo થી ઉભરાય છે. કેવું shampoo વાપરવું એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એ જાણતા પેહલા shampoo વિશે જાણકારી હોવી જરૂરી છે. ભારત માં shampoo લેતા પહેલા એ શાનાં બનેલા છે એ કોઈ બોટલ પર વાંચતું નથી. સૌથી પહેલા shampoo શેના બનેલા હોય છે એ જાણવું જરૂરી છે. ફરી shampoo લેવા જાવ ત્યારે નીચે આપેલી માહિતીનો ઉપયોગ જરૂર કરજો.
- વાળ અને scalpe(ખોપરી) ની સફાય માટે detergent( સફાય કરે તેવા રસાયણો) હોય છે. આ રસાયણો વાળ અને scalpe પરથી કચરો, મેલ, તેલ, પ્રદૂષણ, પરસેવો અને અન્ય સૌન્દર્ય પ્રસાધનો દૂર કરે છે.
- Detergent ના નામ શું હોય છે.: Sodium lauryl sulfate, ammonium loryl sulfate, sodium laureth sulfate, ammonium laureth sulfate.
- અમુક રસાયણો detergent ની ક્ષમતાને કાબુમાં રાખે છે. આવા રસાયણોને co-surfactant કહે છે.
- co-surfactant ના નામ શું હોય છે: Cocamidopropyl betaine, Cocamide MEA.
- વાળને conditioning અસર આપવા માટે અમુક રસાયણો વપરાય છે. જેને conditioning agent કહે છે. આવા રસાયણો વાળ અને scalpeની વધારે માવજત માટે હોય છે. જે વાળ અને scalpe ની સૌન્દર્ય વધારે, વાળને ચમક આપે, વાળને ઘૂંચ થતા અટકાવે છે, શેમ્પુના વપરાસ કર્તાનો અનુભવ વધુ સારો બનાવે છે.
- વાળને ચમકીલા બનાવવા silicone વપરાય છે. Dimethicone, Dimethiconol, Amodimethicone જેવા નામો હોય છે.
- વાળને ઘૂંચવાળા થવા રોકવા માટે cationic polymers વપરાય છે. polyquarterium-10, cationic guar derivatives જેવા નામો હોય છે.
- વાળમાં પુરતું ભેજ જળવાય તે માટે humectants વપરાય છે. જેના માટે ગ્લીસરીન અને યુરીયા વપરાય છે.
- આ બધા રસાયણો બગાડવા ના દે તેવા preservative નો ઉપયોગ કરવામાં આવે છે. Isothiazalinon derivatives, parabensનો ઉપયોગ થાય છે.
- આ સાથે સુગંધી અને રંગ આપે તેવા રસાયણો પણ વપરાય છે.
- shampoo ને ઘટ્ટ બનાવવા માટે sodium chloride અને glycol distearateનો ઉપયોગ થાય છે.
- વાળ માં ખોળો (Dandruff) માટે વાપરતા shampoo માં ZPT(zinc pyrithione/ PTZ), selenium sulfide અને ketoconazoleનો ઉપયોગ થાય છે.
- વાળ સુકા હોય તો તેલનું પ્રમાંણ વધારવા કોપરેલ તેલ, બાદમ તેલ અને સૂર્યમુખીનું તેલ જેવા તેલનો પણ ઉપયોગ shampoo માં કરવામાં આવે છે.
- ઘણા shampoo માં પ્રાણીજન્ય પ્રોટીન નો ઉપયોગ થાય છે. keratin અને collagen જેવા પ્રોટીનનો પણ ઉપયોગ થાય છે.
બધા જ shampoo આ બધા રસાયણોના મિશ્રણથી બને છે. એમાંથી કયું તમને વધુ માફક આવે તે તમારે નક્કી કરવું પડે(trial and error).કેવું shampoo વાપરવું એ સમજવા આ જાણકારી હોવી જરૂરી છે. આવતા લેખમાં તમારા વાળના પ્રકાર પ્રમાણે કેવું shampoo વાપરસો એ લખીશ.
આ જાણકારી ખુબ જ જટિલ લાગી સકે છે. પણ તમે જે ખરીદો છો તેની પૂર્ણ જાણકારી રાખવી જરૂરી છે. આ લેખ તમને કેવો લાગ્યો comment માં જણાવશો.
* અહી dove shampoo શાનું બનેલું છે તેની જાણકારી આપેલી છે. લગભગ બધા shampoo થોડા ઘણા ફેરફાર સાથે આવા જ રસાયણોના બનેલા હોય છે.
રસાયણોનું કાર્ય?
|
કેવા પ્રકારનું રસાયણ?
|
રસાયણ ના નામ?
|
DOVE shampoo* માં વપરાતા રસાયણ...
|
સફાય
|
Detergent
|
Sodium lauryl sulfate, ammonium loryl sulfate, sodium laureth sulfate, ammonium laureth sulfate.
|
Sodium Laureth Sulfate
|
co-surfactant
|
Cocamidopropyl betaine, Cocamide MEA
|
Cocamidopropyl Betaine
| |
ચમક અને સીધા કરવા
|
silicone
|
Dimethicone, Dimethiconol, Amodimethicone
|
Dimethiconol, TEA-Dodecylbenzenesulfonate
|
ઘૂંચ થતા અટકાવવી
|
cationic polymers
|
polyquarterium-10, cationic guar derivatives
|
Polyquaternium-28, Guar Hydroxypropyltrimonium Chloride, Mica, Titanium Dioxide
|
ભેજ જાળવવો
|
humectants
|
glycerin, urea
|
Glycerin
|
રસાયણો ને બગડતા અટકાવવા
|
preservative
|
Isothiazalinon derivatives, parabens
|
Methylchloroisothiazolinone, Methylisothiazolinone
|
shampoo ને ઘટ્ટ બનાવવું
|
Salt particle
|
sodium chloride, glycol distearate
|
Glycol Distearate, Sodium Chloride
|
ખોળો dandruff માટેની દવા.
|
Antifungal
|
ZPT(zinc pyrithione/ PTZ), selenium sulfide અને ketoconazole
|
Zinc Pyrithione
|
વાળ ને સુષ્ક થતા અટકાવવા
|
તેલ
|
કોપરેલ તેલ, બાદમ તેલ, સૂર્યમુખીનું તેલ
|
Helianthus Annuus (Sunflower) Seed Oil, Prunus Dulcis (Sweet Almond) Oil, Cocos Nucifera (Coconut) Oil
|
No comments:
Post a Comment