બજારમાં મળતા કોઈપણ shampoo નો ઉપયોગ ના કરવો. તમારા વાળ માટે અનુકુળ હોય એવા જ શેમ્પુ વાપરવા જોઈએ.
કેવા શેમ્પુ લેવા એ જાણતા પહેલા તમારા વાળ કેવા પ્રકારના છે તે જાણકારી હોવી જોઈએ. આ માટે તમે કોઈ ચર્મરોગ નિષ્ણાતની સલાહ લઇ શકો છો.
- જાડા અને વાંકડિયા (curly) વાળ:
- આવા વાળ સુષ્ક હોય છે. તો moisturizing shampoo વધુ અનુકુળ આવશે. શેમ્પુમાં કોપરેલ તેલ(coconut oil), સુર્યમુખી તેલ(sunflower oil), sweet almond oil હોવા જોઈએ.
- silicone કરતા glycerine હોય તો વધુ સારું.
- shampoo દેખાવમાં cream જેવા (creamy) હોવા જોઈએ.
- પારદર્શક શેમ્પુ ના વાપરશો.
- સામાન્ય રીતે પાતળા વાળ તૈલી હોય છે. આવા વાળ માટે તેલ વાળા શેમ્પુનો ઉપયોગ ના કરવો.
- જે શેમ્પુ પારદર્શક હોય તે વાપરવા.
- creamy શેમ્પુ વાપરવાથી વાળ ફરી જલ્દી તૈલી થઇ જશે.
- તૈલી વાળ દરરોજ ધોવા જોઈએ.
- સુષ્ક અને ક્ષતિગ્રસ્ત વાળ:
- આવા વાળ દરરોજ ધોવા નહિ.
- દરરોજ conditioner થી ધોય શકો છો.
- તેલ જેવા કે કોપરેલ તેલ(coconut oil), સુર્યમુખી તેલ(sunflower oil), sweet almond oil હોવા જોઈએ.
- વાળને ઘૂંચવાળા થવા રોકવા માટે,વાળમાં પુરતું ભેજ જળવાય તે માટેના રસાયણો હોવા જોઈએ. glycerine અને silicone હોવા જોઈએ.
- વાળ ને કુદરતી રીતે સુકાવા દો.
- keratin અને collagen જેવા પ્રોટીન ધરાવતા શેમ્પુ પણ ઉપયોગી છે.
- કલર અને ટ્રીટમેન્ટ કરેલા વાળ: (coloring, straightening, relaxing or perming hair)
- પ્રોટીન વાળા શેમ્પુ અને નોર્મલ વાળ માટેના શેમ્પુ વાપરી સકાય છે.
- આવા વાળ એકાંતરા દિવસે ધોવા.
- વાળના મૂળ ને shampoo વધારે કરીને તેલ અને મેલ દૂર કરવા જોઈએ, જયારે વાળના મધ્ય અને છેડા વાળા ભાગમાં conditioner વધુ વાપરવું જોઈએ.
- કલર કરેલા વાળ માટે અલગથી શેમ્પુ બજારમાં મળે છે.
- silicone વાળા શેમ્પુનો ઉપયોગ ટાળવો.
- Baby shampoo વાપરી સકાય છે.
- ખોળો થતા હોય તેવા વાળ:
- સામાન્ય રીતે એવું માનવા આવે છે કે ખોળો સુકી ચામડી ના કારણે થાય છે. પરંતુ એ સાચું નથી.
- આપણી ચામડી પર એકજાતની યીસ્ટ (yeast) રેહતી હોય છે. જે પોતાના ખોરાક તરીકે ચામડી પરના તેલનો ઉપયોગ કરે છે. અને ચામડીમાં ખોળો બનાવે તેવા પદાર્થો ઉત્પન કરે છે.
- આવા ખોળો બનાવતા પદાર્થો દૂર કરવા દરરોજ શેમ્પુ કરવું જોઈએ.
- જો કોઈ શેમ્પુ તમને ફાવતું ના હોય તો તે ખોળો વધારી સકે છે.
- ચામડી પરની યીસ્ટ નો નાસ કરવા zpt, selenium sulfide, ketoconazole ધરાવતા શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. જો ફાવે તો આવા શેમ્પુથી દરરોજ વાળ ધોવાથી વધુ ફાયદો થાય છે. પરંતુ આવા શેમ્પુ વાળને વધુ સુષ્ક કરે છે. conditionerનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે.
- સામાન્ય વાળ:
- સામાન્ય વાળ માટે એવું shampoo વાપરવું જેના પર લખેલું હોય કે “for normal hair” અથવા “for daily wash”.
- તમને વધુ ફાવતું હોય એવું કોઈપણ શેમ્પુ તમે વાપરી શકો છો.
મેં મારા આગળના લેખમાં શેમ્પુ વિષે વિસ્તૃતમાં લખેલું છે. એ જાણકારી દ્વારા તમે આ લેખ વધુ સારી રીતે સમજી શકશો. અને બજારમાં શેમ્પુ ખરીદતી વખતે આ માહિતીનો ઉપયોગ પણ કરી શકશો.
એ લેખ વાંચવા અહી ક્લિક કરો:” shampoo વિશે વિશેષ જાણકારી…”
No comments:
Post a Comment