ખીલ વિશે વિસ્તૃત માહિતી...

ખીલ એ ચેહરાની સુંદરતા ઓછી કરે જ છે પણ સાથે સાથે આત્મવિશ્વાસને પણ ઓછો કરે છે. ખીલ પોતાની પાછળ ખાડા અને ડાઘા છોડી જાય છે. આથી બધા ખીલથી જલ્દી છુટકારો ઇચ્છતા હોય છે.
ખીલ વિશે બહુ જ ઓછી જાણકારી હોય છે. તો આવો આજે ખીલ વિશે થોડી વાત કરીએ.

  1. ખીલ વિશે સામાન્ય જાણકારી:
    • ખીલએ લગભગ ૯૦% લોકોને જીવનમાં ક્યારેકને ક્યારેક થોડા વધુ ઓછા પ્રમાણમાં થાય જ છે. ખીલ સામાન્ય રીતે ૧૫ વર્ષ થી ૨૦ વર્ષની ઉમરે થાય છે. પરંતુ ઘણા લોકોને ૨૦ વર્ષ પછી પણ ખીલની સમસ્યા થઇ શકે છે.
  2. ખીલ થવાના કારણ:
    • ખીલ માટે સૌથી મહત્વનું અને મોટું કારણ હોર્મોન(hormone) છે. તરુણાવસ્થામાં hormone ની સમતુલામાં ફેરફાર થાય છે. જે તેલ બનાવતી ગ્રંથીઓને વધુ તેલ બનાવવા ઉતેજીત કરે છે.
    • આ તેલ બનાવતી ગ્રંથીને sebaceous gland કહે છે. અને તૈલી પદાર્થને sebum કહે છે.
    • androgen નામનો hormone ગ્રંથીઓને વધુ મોટી બનાવે છે તેમજ વધુ sebum બનાવવાનો સંકેત આપે છે. આ sebum ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે જેથી ખીલ થાય છે.
    • આવી ગ્રંથીઓ ચેહરા, છાતી અને પીઠના ઉપરના ભાગમાં વધારે હોય છે. જેથી ત્યાં ખીલ વધુ થાય છે.
    • અમુક પ્રકારની દવાઓ જેવી કે steroid, hormone વાળી દવાઓ, lithium, ક્રીમ પણ ખીલ કરે છે.
    • ખીલ વારસાગત પણ હોય શકે છે.
    • ખોટો ખોરાક (જેમ કે તૈલી ખોરાક) અને તણાવ(stress)ને કારણે પણ ખીલ વકરી શકે છે.
  3. ખીલના પ્રકાર:
    • blackheads, whiteheads, નાની ફોલ્લીઓ થી લઈને મોટી રસોળી(Cystic) જેવા ખીલ થઇ શકે છે.
  4. ખીલ થાય તો શું કરવું અને શું ના કરવું? (Dos and don’ts)
    • કોઈ skin specialist (dermatologist) ને બતાવો. તે તમને યોગ્ય સારવાર આપશે અને ભવિષ્યમાં થનારા ડાઘ અને ખાડા થી પણ બચાવશે.
    • ક્યારેય ખીલને ફોડો નહિ. વારંવાર હાથ ના અડાવો. તમે ગમે તેટલી કાળજી રાખતા હશો  કે સ્વચ્છ હશો અડવાથી ખીલ વધુ વકરશે. ડાઘા અને ખાડા પણ વધુ પડશે.
    • ખીલ ની કાળજી રાખ્યા પેહલા અને પછી હાથ ધુવો.
    • જે કોઈપણ કારણથી ખીલ વધે છે તે જાતે ઓળખો અને તેનાથી બચવું.
    • સારો અને સાદો ખોરાક લો. પાણી ખુબ વધારે પ્રમાણમાં પીવો. ફળ પણ વધુ પ્રમાણમાં લેવા જોઈએ.
    • ઊંઘ પુરતા પ્રમાણમાં લો.
    • cleanser, toner, sunscreen નો ઉપયોગ કરો. ચેહારને યોગ્ય moisturizer આપો.ઉનાળામાં પણ moisturizer નો ઉપયોગ કરો.
    • stressથી બચવું. ધ્યાન, પ્રાણાયામ કરવાથી ઘણો ફાયદો થાય છે.
    • મુલતાની માટીનો લેપ પંદર દિવસે કે અઠવાડીએ એક જ વાર કરવો.
    • home remedies (ઘરગથ્થું ઉપચાર) ના કરો. ઘણા લોકો લસણ કે આવું બીજું કઈ પણ લગાવતા હોય છે. આવા ઉપચાર એલર્જી અને ડાઘા કરી શકે છે.
  5. ખીલની સારવાર:
    • ચામડીના નિષ્ણાત ડોક્ટર ને બતાવો. લાંબો સમય દવા કરવી પડે છે. નિયમિત બતાવો.
    • પીવાની અને લગાવાની દવા કરવી પડે છે. રસોળી (cystic) ખીલ હોય તો ઘણી વખત ડોક્ટર injection પણ આપી શકે છે.
    • ઘરગથ્થું ઉપચાર તમારા ડોક્ટરની સલાહ વિના ના કરો.
    • ડાઘા ની દવા થઇ શકે છે.
  6. ખીલના ખાડાની સારવાર:
    • ખાડાની સારવાર માટે અલગ અલગ procedure કરાવી પડે છે. જેની જાણકારી તમને ચામડી રોગોના નિષ્ણાત ડોક્ટર આપી શકે છે. સામાન્ય રીતે ખાડા કોઈ પીવાની દવા કે લગાવાની ક્રીમથી મટી શકતા નથી.
  7. ખીલ પર ખોરાકની અસર:
    • સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખોરાકની સીધી અસર ખીલ પર થતી નથી.
    • પરંતુ હમણા વૈજ્ઞાનિક અભ્યાસોમાં અમુક ખોરાક ખીલને વધારે છે એવું જાણવા મળ્યું છે.
    • ખાસ કરીને ખુબ ગળ્યા ખોરાક વધુ અસર કરે છે. ગળ્યો ખોરાક લોહીમાં ગ્લુકોસ અને પછી insulin નું પ્રમાણ વધારે છે. જે ખીલને વધારે છે.
    • દૂધ માં androgen જેવા હોર્મોન હોઈ શકે છે જે ખીલ વધારે છે.
    • તૈલી ખોરાક પણ ના લેવો જોઈએ.


આ માહિતી તમને ઉપયોગી હશે એવી આશા રાખું છું. જો તમે ખીલ વિષે વધુ કઈ જાણવા માંગતા હોવ તો commentમાં લખી ને જણાવો.

તમને આ લેખ કેવો લાગ્યો અને કેટલો ઉપયોગી થયો એ પણ comment માં જણાવો. તમારી સારી પ્રતિક્રિયા વધુ લેખ લખવા માટે પ્રોત્સાહિત કરે છે.


No comments:

Post a Comment