કેટલું ચાલવાથી વજન ઘટે????

ચામડીના રોગોના નિષ્ણાત તરીકે ઘણા લોકોને વજન ઉતારવાની સલાહ આપવાની થતી હોય છે આથી લોકો વજન ઘટાડવા બાતતે પ્રશ્નો પૂછાતા હોય છે. ઘણા લોકો એવો પ્રશ્ન પુછતા હોય છે કે વજન ઘટાડવા કેટલું ચાલવું જોઈએ? તો આજે કેટલું ચાલવું એના પર થોડી વાત કરીએ.


  1. આપણે જે કઈપણ ખોરાક લઈએ છીએ તે શક્તિ આપે છે. જેને કેલરી (calorie) માં માપવામાં આવે છે.
    1. શરીરને જેટલી શક્તિ એટલે કે કેલરીની જરૂર છે તેના કરતા વધારે ખોરાક લેવામાં આવે તો તે વધારાની કેલરી આપણા વજનને વધારે છે.
    2. આપણા શરીરને કેટલી કેલરીની જરૂરીયાત હોય છે?
      1. એક સામાન્ય પુરુષને દરરોજ ૨૪૦૦ કેલરીની જરૂર હોય છે. જ્યારે સ્ત્રીને ૨૦૦૦ કેલરીની જરૂર હોય છે.
      2. જો કોઈ એકદમ બેઠાડું જીવન જીવે છે તો તેને ૩૦૦ થી ૪૦૦ કેલરી ઓછી જોયશે. અને જો કોઈ મેહનતી જીવન જીવે છે તો તેને ૩૦૦ થી ૪૦૦ કેલરી વધુ જોયશે.
      3. જો આના કરતા વધારે કેલરી લેવામાં આવે તો વજન વધશે.
  2. વજન ઘટાડવા શું કરવું જોઈએ?
    1. જેટલી કેલરી ખોરાકમાં  લેવામાં આવે છે તેના કરતા વધુ વપરાય તો વજન ઘટશે.
    2. ચાલવું, જોગીંગ કરવું, કસરત કરવાથી વધારાની કેલરી વાપરી શકાય છે.
    3. ખોરાક ઓછો લેવાથી પણ કેલરી ઘટાડી શકાય છે.
      1. પરંતુ દૈનિક ૧૨૦૦ કેલરી ખોરાક લેવો જરુરી છે. આનાથી ઓછી કેલરી વાળો ખોરાક પોષણની દ્રષ્ટિએ પર્યાપ્ત નથી.
      2. સૌથી વધુ કેલરી તૈલી ખોરાકમાંથી મળે છે. તેલ, ઘી, માખણ જેવો ખોરાક ઓછો લેવાથી પણ કેલરી ઘટાડી શકાય છે
  3. કેટલું ચાલવાથી કેટલી કેલરી વપરાશે?

કેટલું ચાલવાથી ?
કેટલી કેલરી વપરાશે?
દર કલાકે ૨ કિલોમીટર
૧૦૯ કેલરી દર એક કલાકે
દર કલાકે ૩ કિલોમીટર
૧૬૦ કેલરી દર એક કલાકે
દર કલાકે ૪ કિલોમીટર
૨૦૯ કેલરી દર એક કલાકે
દર કલાકે ૫ કિલોમીટર
૨૩૦ કેલરી દર એક કલાકે
દર કલાકે ૬ કિલોમીટર
૩૦૯ કેલરી દર એક કલાકે
દર કલાકે ૭ કિલોમીટર
૪૨૦ કેલરી દર એક કલાકે

    1. સામાન્ય રીતે આપણે દર કલાકે ૩થી ૪ કિલોમીટર ચાલતા હોયે છીએ. તો એવી રીતે વિચારીએ તો આપણે  એક કલાક ચાલવાથી ૨૦૦ કેલરી વાપરીએ છીએ.
    2. ૧ કિલો વજન ઘટાડવા માટે ૭૭૦૦ કેલરી વાપરવી પડે. એ રીતે જોયે તો ખોરાક વધાર્યા વિના દરરોજ ૧ કલાક ચાલવા કે ૨૫ મિનીટ jogging કરવાથી ૩૭ થી ૪૦ દિવસે ૧ કિલો વજન ઓછું થશે. જે સામાન્ય વજન કાટામાં દેખાશે પણ નહિ. હકીકતે આપણે અઠવાડિયે એક થી બે દિવસ ચાલવા નથી જતા અથવા તો વધુ ખાયે છીએ. તો એવામાં ૧ કિલો વજન ઘટાડવા ૨ મહિના પણ લાગી શકે છે. આ જ કારણે લોકો ચાલવા જવાનો ઉત્શાહ ગુમાવી દે છે.

વજન ઘટાડવા સિવાય પણ ચાલવા જવાના ઘણા ફાયદા છે. તમને એવું લાગે છે કે ચાલવાથી વજન ઘટતું નથી તો  પણ ચાલવું જોઈએ. ચાલવાની કસરતથી થતા ફાયદા વિષે ફરી ક્યારેક વાત કરીશું.

અહી આપેલી આંકડાકીય માહિતી તમારી સામાન્ય સમજ માટે છે. તેમાં થોડો નજીવો ફેરફાર હોય શકે છે. કેમ કે કેલરી કેટલી વપરાશે તેનો આધાર અન્ય બાબતો પર પણ છે. જેમ કે વજન, ચરબી અને સ્નાયુઓનું પ્રમાણ, BMR, ઉમર વગેરે.

આ માહિતી તમને કેવી લાગી commentsમાં જણાવજો.

No comments:

Post a Comment