સારા દેખાવ માટે વાળ ખુબ જ અગત્યના છે. વાળ તમારી સુંદરતામાં વધારો કરવાની સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. આજે આપણે વાળની સારસંભાળ માટે ધ્યાન માં રાખવા જેવી થોડી વાત કરીએ.
- વાળ ને દરરોજ ધોવાથી નુકસાન થાય છે એવું માનવામાં આવે છે. પરંતુ વાળને અને scalp (ખોપરી) ની યોગ્ય માવજત માટે સ્વચ્છ રાખવા જરૂરી છે.
- જરૂરી હોય તો માથું દરરોજ ધોવું જોઈએ.
- યોગ્ય shampoo અને conditioner નો ઉપયોગ દરરોજ કરી શકાય છે.જો તમે વાળને કલર કરાવ્યા છે તો એના માટેનું special shampoo વાપરી શકો છો. ( Shampoo અને conditioner વિશે એક લેખ લખીશ.)
-
વાળ ને કુદરતી રીતે સુકાવા દેવા સૌથી ઉત્તમ છે.
- વાળ ને ટોવેલથી ખુબ ઘસીને સુકાવા નહિ. વધારે ઘસવાથી વાળ બે-મુખા (split end) બને છે અને સુષ્ક બને છે.
- ટોવેલ કરતા વાળ પર cottonનું T-Shirt બાંધવું વધુ યોગ્ય છે.
- વાળને ધોયા પછી મોટા દાતા વાળા કાંસકાથી અથવા આંગળીઓથી જ વાળ ઓળવો.
- તડકામાં જતા હોતો વાળ ને તડકાથી રક્ષણ આપવું ખુબ જરૂરી છે. સૂર્ય ચામડીની સાથે વાળને પણ ખુબ નુકસાન કરે છે. ટોપી પહેરવી કે માથા પર ચુન્ની કે cotton નું કપડું ઢાંકી ને જ તડકામાં નીકળવું.
- જો તમે વાળમાં કોઈ gel કે cosmetic પદાર્થો લગાવો તો SPF ધરાવતા હોય તેવા જ લગાવો.
- વાળનું moisture જાળવવું ખુબ જરૂરી છે. તેના માટે તેલ લગાવી શકો છો. કોપરેલ તેલ સૌથી સારું છે. કલર કે સુગંધવાળા તેલ નો ઉપયોગ ના કરવો.
- તેલ લૂ અને ગરમ હવાથી વાળનું રક્ષણ કરે છે. ઉનાળામાં તેલનો ઉપયોગ વાળને ફાયદો કરશે.
- તેલથી માલીસ કરવાથી scalpમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જે વાળને મજબૂત કરે છે.
- નિયમિતપણે વાળને trim કરો.
- ખોરાક પણ વાળ પર અસર કરે છે. પૂરતા પ્રમાણમાં વિટામીન અને પ્રોટીન મળે તેવો ખોરાક લેવો.
- તાણ (stress and tension) વાળ ખરવાની સમસ્યા ઉભી કરે છે. તાણથી બચવા ધ્યાન અને પ્રાણાયામ દરરોજ કરવા જોઈએ.

શું વાળમા લિમ્બુ લગાવવાથી નુકશાન થાય ?
ReplyDeleteલીંબુએ એક એસીડ છે. લાંબો સમય લીંબુ રાખવાથી વાળ સુષ્ક અને ઘૂંચવાળા બને છે. વાળમાં લીંબુ લગાવ્યા પછી તડકામાં જવાથી વાળનો રંગ આછો પડે છે.
ReplyDeleteલીંબુ લગાવો તો (૧) ૫ મિનીટથી વધારે ના રાખો, (૨) તડકામાં ના જાઓ, (૩) અઠવાડિયે એક જ વાર લગાવો.
જો તમે સારા shampoo અને conditionerનો ઉપયોગ કરો છો તો લીંબુ લગાવાની જરૂર નથી.
વાળ પર બને એટલા એસીડ અને કેમિકલ ઓછા લગાવો.
સીલ્કી અને ઘટ વાળ માટે ક્યા શમ્પુ નો ઉપયોગ કરવો જોઇએ ?
ReplyDeleteશેમ્પુ કેવુ હોવુ જોઇએ તેના પર અલગથી article લખીશ.
DeleteNice information dear
ReplyDelete